નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે 1000 પાર થઈ ગઈ છે. છેલ્લે મળતી માહિતી મુજબ દેભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા વધીને હવે 1971 થઈ ગઈ છે. જેમાંથી 99 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે 29 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 106 નવા કેસ સામે આવ્યાં છે. સૌથી વધુ પોઝિટિવ કેસ મહારાષ્ટ્ર અને કેરળમાંથી સામે આવ્યાં છે. અત્યાર સુધીમાં 35 હજાર લોકોનો ટેસ્ટ થયો છે. દિલ્હીમાં રવિવારે કોરોના વાયરસના 23 નવા કેસ સામે આવ્યાં છે. એક જ દિવસમાં કોરોનાના આ સૌથી વધુ કેસ સામે આવ્યાંનો મામલો છે. હવે દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસ વધીને 72 થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ એક મોત
પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસથી બીજુ મોત થયું છે. કલિંપોંગની રહીશ મહિલા નોર્થ બંગાળ હોસ્પિટલમાં દાખલ હતી. 


મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ 200 પાર
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 217 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 7 લોકોના મોત થયા છે અને 25 લોકો આ વાયરસને હરાવીને ઠીક થયા છે. તેમાં એકલા મુંબઈ અને થાણેમાં 100 સંક્રમિત લોકો છે. પુણેમાં 37, નાગપુરમાં 13, અહેમદનગરમાં 3, રત્નાગિરિથી એક, ઔરંગાબાદથી એક, યવતમાલથી 3, મિરાજથી 25, સતારામાં 2, સિંધુદુર્ગ, કોલ્હાપુર, જળગાંવ, અને બુલઢાણામાંથી એક-એક કેસ સામે આવ્યાં છે. 


મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસના સામુદાયિક સ્તરે સંક્રમણનો કોઈ કેસ હજુ સામે આવ્યો નથી. અહીં તમામ કોવિડ19 દર્દીઓ એવા છે જે વિદેશથી આવ્યાં હતાં કે પછી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યાં હતાં. પવારે ટ્વીટ કરીને કહ્યું કે પ્રકોપનો ત્રીજો તબક્કો જે કમ્યુનિટી સ્પ્રેડ છે તે હજુ સામે આવ્યો નથી. આ ઉપરાંત પવારે લોકોને રસ્તાઓ પર બહાર ન નીકળવાની પણ અપીલ કરી છે. 


કેરળમાં કોરોનાનો પ્રકોપ
ભારતમાં કોરોનાનો સૌથી પહેલો કેસ કેરળમાં જ જોવા મળ્યો હતો. અહીં હવે કોરોનાનો પ્રકોપ વધી ગયો છે. રાજ્ય ભલે મહારાષ્ટ્રથી નાનું હોય પરંતુ અહીં પણ કોરોનાના સંક્રમિત દર્દીઓની સંથખ્યા 200થી વધુ છે. રવિવાર સાંજ સુધી કેરળમાં 202 લોકોના કોરોના સંક્રમણની પુષ્ટિ થયેલી છે. જેમાંથી 16 લોકો ઠીક થયા છે અને એકનો જીવ ગયો છે. યુએઈમાં જેટલા પ્રવાસી ભારતીયો છે તેમાં સૌથી વધુ કેરળના લોકો છે. યુએઈની અર્થવ્યવસ્થામાં આ મલાયાલી લોકોની મહત્વની ભૂમિકા છે. કહેવાય છે કે વિદેશ પ્રવાસ કરવા અને ત્યારબાદ તેમના સંપર્કમાં આવેલા લોકોમાં જ કોરોના વાયરસના સંક્રમણના કેસ સામે આવ્યાં છે. 


યુપીમાં અત્યાર સુધીમાં 72 કેસ
યુપીમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યાં વધીને 72 થઈ છે. સૌથી વધુ કેસ નોઈડામાં 31, ગાઝિયાબાદમાં 7, આગરામાં 10, અને લખનઉમાં કોરોનાના 8 કેસ સામે આવ્યાં છે. વારાણસી અને પીલીભીતમાં 2-2 કોરોના પોઝિટિવ, 7 અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાના 1-1 કોરોના સંક્રમિત દર્દીઓ મળ્યાં છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...